કોર્ટમાં લગન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર લગન ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે.
ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું.
છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું.
ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે.
એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગન થઇ શકશે.
બંનેના લગન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે.
ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી.
યુગલે પૂછ્યું : કેમ
ઇન્દ્રદેવ બોલ્યા : લગન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.
*સમય ભલે દેખાતો નથી,* *પણ ઘણુંબધું દેખાડી જાય છે...* *આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી*, *"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે..* . સપ્રભાત _રાધે રાધે_
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો, મોટો, ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ
એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.