એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.
સંપ માટીએ કર્યૉ, ને ઈંટ બની... ઈંટોનુ ટોળુ થયુ, ને ભીંત બની... ભીંતો એક બીજાને મળીને ”ઘર” બન્યું... જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય તો આપણે તો માનવી છીએ...